ભોપાલ: કોરોના વાયરસની બીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે તેની જાહેરાત કરી છે. 'કિલ કોરોના-2 અભિયાન'ની શરુઆત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે લગ્ન સમારોહ હાલ ન યોજવા જોઈએ. લગ્ન કોરોના સંક્રમણનું સુપર સ્પ્રેડર છે. અલગ-અલગ જિલ્લાઓ પોતાની પરિસ્થિતિ પર વિચાર કરી ભીડને ઓછી કરવા માટેના પ્રયાસ કરે. મે મહિનામાં લગ્ન સમારોહ ન થાય તે નિર્ણય કરવામાં આવે તો સંક્રમણથી બચી શકાય છે. 




મુખ્યમંત્રીએ કહ્યું કે આજે હું તમે આહ્વાન કરી રહ્યો છુ કે 15 મે સુધી આપણ બધુ બંધ કરીએ. જનતા કર્ફ્યૂનું પાલન થાય. હું ઈચ્છુ છું કે આવનારા દિવસોમાં જનજીવન સામાન્ય થાય. એટલે થોડા દિવસો માટે આપણે કડક નિયમોનું પાલન કરવું પડશે. 


તેમણે આગળ કહ્યું, કેટલાક લોકોની માનસિક્તા છે કે તેઓ  બીમારીને છુપાવે છે, આને ન છુપાવો. કિલ કોરોના અભિયાનની ટીમો હવે દર્દીઓને શોધી ત્યાંને ત્યા સારવાર કરશે. તેમને તાત્કાલિક દવાઓ મળશે.  કોઈ ઘરમાં 15 મે સુધી કોઈ સંક્રમિત છૂટી ન જાય. એક એક વ્યક્તિને શોધી કાઢવાના છે.



શિવરાજ સિંહે કહ્યું, 'ગામડાઓમાં નાની -નાની ટીમો બની જાય તો વિકેંદ્રિત તરીકે કામ કરે. અમે ભોપાલમાં બેસીને સંક્રમણને નથી રોકી શકતા. એટલે તમામ લોકોની સહયોગ જરુરી છે. જે ગામડાઓમાં પોઝિટિવ કેસ હોય ત્યાં મનરેગાનું કામ પણ બંધ કરવામાં આવે. અમે જરુરીયાત લોકોને અનાજ આપશું.'


મુખ્યમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ સુધી મધ્યપ્રદેશ દેશમાં સંક્રમિત રાજ્યોના મામલે 7માં નંબર પર હતું. આજે તમારા સહયોગથી આપણે 14માં નંબર પર છીએ. પોઝિટિવિટી રેટ 25 ટકા સુધી પહોંચી ગયો હતો હવે 18 ટકાની નજીક આવી ગયો છે. રિકવરીની વાત કરવામાં આવે તો 85.13 ટકા થઈ ગઈ છે.


એક્ટિવ કેસ 35 લાખને પાર


 


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 


 


કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410


 


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844


 


કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398


 


કુલ મોત - 2 લાખ 23 હજાર 168