Madhya Pradesh Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સામે લડી રહી છે. પરંતુ કોગ્રેસના કેટલાક ઉમેદવારો પેલેસ્ટાઇનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોય તેવી રીતે સભાઓ યોજી રહ્યા છે.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવી મળી રહ્યું છે કે મધ્ય પ્રદેશના ખરગોનમાં કોગ્રેસ ઉમેદવાર ઇઝરાયલના પેલેસ્ટાઇન અને હમાસ પર યુદ્ધના નામ પર એક જાહેર સભામાં પાર્ટીને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં ઉમેદવાર દાવો કરી રહ્યા છે કે આ યુદ્ધમાં અનેક નાગરિકોના મોત થયા છે. ભીડને પેલેસ્ટાઇના શહીદો માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. સાથે કોગ્રેસના ઉમેદવારે કહ્યું કે તેઓ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંબંધોમાં ફેરફાર માટે ખરગોનમાં સાર્વજનિક જનાદેશ પણ ઇચ્છે છે.
રાજકીય વિશ્લેષક પ્રમોદ કુમાર સિંહ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સાંભળી શકાય છે કે ખરગોનથી કોંગ્રેસના ઉમેદવાર ભીડને કહી રહ્યા છે કે “પેલેસ્ટાઈનમાં માસૂમ બાળકોના મોત થઇ રહ્યા છે, શું આપણે આ અત્યાચાર સહન કરીશું. શું ખરગોન ફેરફાર લાવશે? મુસ્લિમોની બહુમતી ધરાવતા ખરગોનમાં કોગ્રેસના નેતાઓએ પણ બે મિનિટનું મૌન પાળી કહ્યું હતું કે અમે પેલેસ્ટાઇનની સાથે છીએ. જોકે હાલમાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે પરંતુ એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
230 બેઠકો ધરાવતી મધ્યપ્રદેશ વિધાનસભા માટે 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે મતગણતરી 3 ડિસેમ્બરે થશે.આ નિવેદન કૉંગ્રેસ વર્કિંગ કમિટીના એ નિવેદનના એક મહિના બાદ આવ્યું છે જેમાં કહ્યું હતું કે પેલેસ્ટાઇનના લોકોને જમીન, પોતાની સરકાર અને ગરીમા અને સન્માન સાથે જીવવાના અધિકારો માટે તેમને લાંબા સમયથી સમર્થન પ્રાપ્ત છે.
કોગ્રેસ પાર્ટીએ એક ઠરાવ પણ પસાર કર્યો હતો અને કહ્યું હતું કે "સીડબલ્યૂસી મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ પર તેની નિરાશા અને વેદના વ્યક્ત કરે છે જ્યાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે."
ત્યારબાદ ભાજપે કોગ્રેસ પર હમાસનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ પૂછ્યું હતું કે પાર્ટી દેશ અને તેના નાગરિકોની રક્ષા કેવી રીતે કરી શકશે જ્યારે તે ;જાહેરમાં હિંસા; સાથે ઉભી છે. જોશીએ કહ્યું હતું કે, "કોંગ્રેસ ફરીથી આતંકવાદી સંગઠનો અને આતંકવાદને સમર્થન આપી રહી છે જ્યારે નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે."