ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ફરી એક વખત રાજકીય સંકટ ઉભુ થયું છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 17 ધારાસભ્યો બગાવત કરી બેંગલુરૂ પહોંચી ગયા છે. બે મંત્રીઓ પહેલાથી જ ત્યાં હાજર હતા. આ ધારાસભ્યોને ત્રણ ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આશરે 3.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રુપના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કમલનાથ દિલ્હીથી પરત ફર્યા

મુખ્યમંત્રી કમલનાથ પોતાનો દિલ્હી પ્રવાસ પૂર્ણ કરીને ભોપાલ પરત ફર્યા છે. ભોપાલ આવતા જ તેમણે પોતાના ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.  આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, વરિષ્ઠ કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો હાજર છે.


સરકાર પર નથી ખતરો

મુખ્યમંત્રી કમલનાથે એએનઆઇને કહ્યુ કે,ભાજપથી હવે સહન થઇ રહ્યું નથી. ભાજપે 15 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યા છે તે હવે સામે આવી રહ્યા છે. એટલા માટે તે લોકો પરેશાન છે.  કમલનાથના નજીકના સૂત્રોએ કહ્યું કે, રાજ્યમાં કોગ્રેસ સરકાર પર કોઇ ખતરો નથી.

ભાજપમાંથી કોણ બનશે સીએમ

સૂત્રોના કહેવા મુજબ જો કમલનાથ સરકાર પડશે તો મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સરકાર બનાવશે અને તેના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હશે. મંગળવારે સાંજે ધારાસભ્યોની બેઠકમાં શિવરાજને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.


સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે થઈ હતી.  આ મુલાકાતમાં સિંધિયાને રાજ્યસભા મોકલવાની ફોર્મુલા પર સહમતિ બની છે. સૂત્રોના કહેવા મુજબ, સિંધિયા કેન્દ્રમાં કેબિનેટ મંત્રીનું પદ પણ ઈચ્છે છે.

MP વિધાનસભાનું ગણિત

મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. જેમાંથી હાલ બે સીટ ખાલી છે. હાલ રાજ્યમાં કુલ 228 ધારાસભ્યો છે. જેમાંથી કોંગ્રેસના 114, ભાજપના 107, અપક્ષના બે, બહુજન સમાજ પાર્ટીના બે અને સમાજવાદી પાર્ટીનો એક ધારાસભ્ય છે. કોંગ્રેસને અપક્ષના ચાર અને બીએસી તથા સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે.

ભારતમાં કોરોનાથી ડરી સાઉથ આફ્રિકાની ટીમ, લીધો આ મોટો ફેંસલો

જ્યોતિરાદિત્ય સિંધિંયા BJPમાંથી રાજ્યસભાના સાંસદ બનશે ? જાણો વિગત