નવી દિલ્હીઃ ભારતમાં કોરાનોના દર્દીની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ 12 માર્ચથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવા માટે ભારત પહોંચી ગઇ છે. 16 સભ્યોની આફ્રિકન ટીમ સોમવારે રાત્રે ધર્મશાળા પહોંચી જશે, જ્યારે ટીમ ઇન્ડિયા મંગળવારે ધર્મશાળા પહોંચશે. ભારત પહોંચતા જ સાઉથ આફ્રિકાના કોચે ટીમના ખેલાડીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે.
ભારતમાં વધી રહેલા કોરોના કેસના કારણે સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે કહ્યું, તેમની ટીમ સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલનું પાલન કરશે. જયાં સુધી હાથ મિલાવવાનો સવાલ છે તો મને લાગે છે કે ખેલાડીઓને તેનાથી બચાવવા જે જરૂર હશે તે કરીશું.
તેણે એમ પણ કહ્યું, અમારી સાથે સુરક્ષા અધિકારી છે અને જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતાની વાત હશે તો તેઓ અમને જાણ કરશે. જે સૂચનો મળશે તેનું પાલન કરવામાં આવશે જો તેમને લાગશે કે હાથ મિલાવવા ખતરનાક છે તો અમે તેનાથી બચીશું. વિપક્ષી ટીમ સાથે હાથ મિલાવવાનો સવાલ છે તો કોરોના વાયરસથી પેદા થયેલી ચિંતાને ધ્યાનમાં રાખી ખેલાડીઓને તેનાથી બચાવવાના પ્રયાસ કરીશું.
બાઉચરે સ્પષ્ટતા કરી કે, તેમના ખેલાડીઓનો હાથ ન મિલાવવાનો ફેંસલો કોઈપણ રીતે વિપક્ષી ટીમના અપમાન સાથે ન જોડવામાં આવે. આ માત્ર સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે.
થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડે પણ તેના ખેલાડીઓને હરિફ ટીમ સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું.
જ્યોતિરાદિત્ય સિંધિંયા BJPમાંથી રાજ્યસભાના સાંસદ બનશે ? જાણો વિગત
પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભા ઉમેદવાર બનશે, જાણો વિગત
શેરબજારમાં માતમ, રિલાયન્સના શેરમાં બોલ્યો મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજ
ભારતમાં કોરોનાથી ડરી સાઉથ આફ્રિકાની ટીમ, લીધો આ મોટો ફેંસલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Mar 2020 09:00 PM (IST)
ભારતમાં વધી રહેલા કોરોના કેસના કારણે સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે કહ્યું, તેમની ટીમ સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલનું પાલન કરશે. જયાં સુધી હાથ મિલાવવાનો સવાલ છે તો મને લાગે છે કે ખેલાડીઓને તેનાથી બચાવવા જે જરૂર હશે તે કરીશું.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -