એક રેલીમાં સમર્થકોની સામે કમલનાથે કહ્યું, હું આરામ કરવા માટે તૈયાર છુ. મારી કોઈ મહત્વકાંક્ષા નથી અને કોઈ પણ માટે કોઈ લાલચ નથી. મે પહેલાથી જ બધુ મેળવી લીધુ છે. હું ઘરે રહેવા માટે તૈયાર છું.
ઉલ્લેખનયી છે કે કમલનાથનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ વિધાનસભા પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા તો કમલનાથે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવવી પડી અને બાદમાં પેટા ચૂંટણીમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યા. એવામાં તેમના આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કમલનાથના આ નિવેદનને લઈ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ પોતાના આ નિવેદનથી પોતાનું પદ છોડવાની વાત કહી રહ્યા છે કે રાજકારણમાંથી સન્યાસ લેવાના સંકેત આપી રહ્યા છે તેના પર બધાનું ધ્યાન છે.