નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી કટોકટીને ગેરબંધારણીયા જાહેર કરવાની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર છે. તેને લઈ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 45 વર્ષ બાદ આં કરી શકાય છે કે નહીં તે જોવું પડશે. અરજીકર્તા 94 વર્ષીય વીરા સરીન છે. તેમણે કહ્યું કે, તે સમયે કિંમતી રત્નોના વેપાર કરતા તેના પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી.

તેમણે કહ્યું, સ્મગલિંગ સાથે જોડાયેલી કલમ લગાવની દેશથી બહાર જતા રહેવા અમને મજબૂર કરાયા હતા. અરજીકર્તાએ તેના પરિવારને 25 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ પણ કરી છે.



સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી છે. તેની સાથે બેંચમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને ઋષિકેશ રોય સામેલ છે. અરજીકર્તા વીરા સરીન તરીફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કેસ લડી રહ્યા છે.  1975માં 25 જૂનની મધરાતે કટોકટી લગાવવામાં આવી હતી અને બાદમાં માર્ચ 1977માં હટાવી દેવામાં આવી હતી.

જૂન 2020માં  ઇમર્જન્સીના 45 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી હતી. તે સમયે જે ભારતની લોકશાહીની રક્ષા માટે લડ્યા, ત્રાસ સહન કર્યો, તે બધાને હું સલામ કરું છું! તેમના ત્યાગ અને બલિદાનને દેશ કદી નહીં ભૂલી શકે. ઇમર્જન્સીમાં દેશના તમામ લોકોને લાગ્યું કે તેમની પાસેથી કંઈક છીનવી લેવામાં આવ્યું છે, જેનો તેઓ ઉપયોગ નથી કરતા. જે છીનવી લેવામાં આવ્યું તેનું તેમને દુઃખ  હતું.

આ 7 સીટર કાર ભારતમાં 2021માં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

Corona Vaccine: મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, એક બૂથ પર રોજ માત્ર આટલા લોકોને જ અપાશે રસી, જાણો વિગત