Mahant Narendra Giri Died in Prayagraj: સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિનું નિધન થયું છે. પ્રયાગરાજમાં બાધમબરી મઠમાં તેમનું નિધન થયું છે. હાલ મોતનું કારણ નથી જાણી શકાયું. આ સમાચાર બાદ સાધુ સંતોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતના મામલામાં ઉત્તરાખંડ પોલીસની મદદથી યૂપી પોલીસે આનંદ ગિરિની અટકાયત કરી છે. બાદમાં આનંદ ગિરિની વધારે પૂછપરછ કરવામાં આવી શકે છે. આ પહેલા આનંદ ગિરિએ એબીપી ન્યૂઝ સાતે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે યૂપી પોલીસનું આ ષડયંત્ર છે. આનંદ ગિરિએ કોઈપણ રીતે પોતાનો હાથ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.
જ્યારે, મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, આનંદ ગિરિએ મહંત નરેંદ્ર ગિરિને લઈ કહ્યું કે તેમની હત્યા ષડયંત્ર કરીને કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
યૂપી વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિતે મહંત નરેંદ્ર ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના સમર્થકોનું કહેવું છે કે મહંત નેરંદ્ર ગિરિ આત્મહત્યા ન કરી શકે.
શિવરાજ સિંહ ચૌહાણે શોક વ્યક્ત કર્યો
મહંત નરેંદ્ર ગિરિના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્ય7 પૂજ્ય સંત મહંત નરેંદ્ર ગિરિજી મહારાજના દેવલોકગમની દુખન સૂચના મળી. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સ્વામીજી દ્વારા સમાજ કલ્યાણમાં આપવામાં આવેલા યોગદાનને સદૈવ યાદ રાખવામાં આવશે. ઈશ્વર તેમના આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.