ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે.જો કે ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આ પહેલા સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેઓ ધરણા સ્થળથી ખસી જવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની દખલના કારણે મામલો ફરી ગરમાયો હતો અને ખેડૂતો સંગઠને ઘરણા યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાસ્થળ પાસે પહોંચી ગયા.તેમણે પોલીસને કહ્યું કે, આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યારપછી ટિકેત ઉશ્કેરાયા અને કહ્યું કે, ભાજપની દરમિયાનગીરીના કારણે હવે અમે અહીંથી નહીં ખસીએ... રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઘરણા પર ફાયરિંગ કરવું હોય તો પ્રશાસન કરાવે પરંતુ અમે અહીંથી નથી ખસી રહ્યાં"
આંદોલનની નવી રણનીતિ ઘડવના માટે અને આંદોલનને કઇ દિશામાં લઇ જવું તે અંગે નિર્ણય લેવા માટે આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.