પુણેઃ કાળા નાણાં પર થયેલ સર્જિકલ સ્ટ્રાઈક બાદ કાળા નાણાં રાખાનારાઓની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના પુણેમાં તો કોઈ હજાર રૂપિયાની એક-બે નહીં પરંતુ પૂરી 52 નોટ કચરામાં ફેંકીને ચાલ્યું ગયું.
આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં સામે આવી છે જ્યાં એક વૃદ્ધ મહિલા કચરાના ઢગલા ઉઠાવવાનું કામ કરે છે. સવારે જ્યારે વિધિ યૂનિવર્સિટી રોડ પર કચરો ઉઠાવવા ગઈ તો તેને ત્યાં કંઈક દેખાયું જે જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. મહિલાને કચરાના ઢગલામાં હજાર રૂપિયાની 52 નોટ મળી, તેને કંઈ સમજાયું નહીં કે કરવું શું? મહિલાએ પોતાના ઓળખીતાને ફોન કરીને બોલાવ્યો અને સમગ્ર વાતની જાણ કરી.
મહિલાએ ઇમાનદારી બતાવતા નોટ પોલીસને સોંપી દીધી. આ સમગ્ર મામલે એક વાત તો સ્પષ્ટ છેકે, મોટી નોટો પર અંકુશથી કાળા નાણાં રાખનારાની મુશ્કેલી વધી ગઈ છે. કાળા નાણાંમાંથી છૂટકારો મેળવવાના અવનાવા પેંતરા અજમાવી રહ્યા છે. કચરાના ઢગલામંથી નોટ મળ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.