પુણેઃ મહારાષ્ટ્રમાં થાણેના શિલ્ફાતાના દેસાઇ ગામમાં વેતાલ પાડા પાસે ઘર ધરાશાઈ થયું હતું. ઘરમાંથી એક યુવતીની લાશ મળી આવી છે. યુવતીનું નામ સપના વિનોદ પાટીલ છે, તેમ દાઇભર પોલીસે જણાવ્યું હતું. RDMC, TDRF, પોલીસ અને ફાઇરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું હોવાનું થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું. 






અહેવાલો પ્રમાણે, આ દુર્ઘટના આજે સવારે લગભગ 11-30 વાગ્યે બની હતી. આરડીએમસી પ્રમુખ સંતોષ કદમે કહ્યું કે, મકાનમાં આગ લાગવાને કારણે ધરાશાયી થયું હતું. મકાન ખૂજ જર્જરિત હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સપના પાટીલ નામની મહિલાની લાશ મળી આવી છે. જે મકાનના કાટમાળમાં દટાઇ ગઈ હતી અને તેની બહાર કાઢવામાં આવી ત્યાં સુધીમાં તો તેણે દમ તોડી દીધો હતો. લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી પૂરી કરી લીધી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.


Surat : પતિ સાથે બાઇક પર જતી યુવતી પડી ગયેલી બેગ લેવા નીચે ઉતરી ને કારે ઉડાવી દીધી સુરતઃ ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાનું કારની અડફેટે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પતિ-પત્ની મુંબઈ ફરવા જતાં હતાં, દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતિ-પત્ની રેલવે સ્ટેશન જવા નીકળ્યાં હતાં. પત્નીના મોતને લઈને શોકનો માહોલ સર્જાયો છે. સુરતમાં આજે વહેલી સવારે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. વિમલ શ્રીવાસ્તવ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. જોકે, 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાઇ ગઈ છે. આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. દંપતીને મુંબઈ ફરવા જવાનું હોવાથી બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, જે સોનલ લેવા ગઈ હતી. જોકે, આ જ સમયે કારે સોનલને અડફેટે લીધી હતી. કાર અકસ્માતમાં ઘાયલ થયેલી પત્નીને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. સોનલના મોતના પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વેકેશન હતું એટલે મુંબઈ ફરવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમલગ્નને 5 વર્ષ જ થયા હતા. હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્નજીવનની દોર જ તોડી નાખી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.