Lok Sabha Elections Exit Polls Result 2024: મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો માટેના એક્ઝિટ પોલના આંકડા શનિવારે (1 જૂન) જાહેર થયા છે. એબીપી સી વોટર દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ 2024ના પરિણામો અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે સ્પર્ધા છે. મહાયુતિને અહીં 24 બેઠકોનો ફાયદો થતો જણાય છે.
ઇન્ડિયા ગઠબંધન હેઠળ, MVA 23 સીટો પર આગળ દેખાડવામાં આવ્યું છે. સાથે જ એક સીટ બીજાના ખાતામાં જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટો માટે કુલ પાંચ તબક્કામાં મતદાન થયું હતું.
મહાયુતિ અને MVA વચ્ચે સ્પર્ધા!
એબીપી સી વોટર સર્વે અનુસાર, મહાગઠબંધનમાં સામેલ ભાજપને 17 બેઠકો મળવાનો અંદાજ છે. મહાયુતિમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ ભાજપે રાજ્યની 28 સીટો પર ચૂંટણી લડી હતી. સીએમ એકનાથ શિંદેના જૂથની શિવસેનાને 6 બેઠકો પર લીડ મળવાની ધારણા છે. ડેપ્યુટી સીએમ અજિત પવારની પાર્ટી એનસીપીને એક સીટ મળતી દેખાઈ રહી છે.
આ સિવાય મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટી શિવસેના (UBT) 9 બેઠકો પર લીડ મેળવી શકે છે. આ સાથે કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે. શરદ પવારની પાર્ટી NCP (SP)ને 6 બેઠકો મળવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં કોને કેટલી સીટો મળશે? (ABP સીવોટર)
કુલ બેઠકો- 48
ભાજપ: 17
શિવસેના (શિંદે જૂથ): 6
NCP (અજિત પવાર જૂથ): 1
મહાવિકાસ અઘાડીમાં કોને કેટલી બેઠકો? (ABP સીવોટર)
કુલ બેઠકો- 48
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ): 9
કોંગ્રેસ: 8
NCP (શરદ પવાર જૂથ): 6
અન્ય: 1
મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલા મોટા ચહેરાઓ કોણ છે ?
મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ), એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે (રાયગઢ), નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા અજિત પવાર (બારામતી), અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), કોંગ્રેસના વર્ષા ગાયકવાડ (મુંબઈ ઉત્તર મધ્ય) , ભાજપના નીતિન ગડકરી (નાગપુર) અને પંકજા મુંડે (બીડ), ભાજપના નેતા પીયૂષ ગોયલ. આ સિવાય NCP (SP)ના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે (બારામતી), નવનીત કૌર-રાણા (અમરાવતી)થી ચૂંટણી મેદાનમાં છે.
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં, એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.