Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા જ રોકડ કૌભાંડ સામે આવ્યું છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ છે. દરમિયાન ચૂંટણી પંચની ફરિયાદ પર વિરારના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર રાજન નાઈક સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનર મધુકર પાંડેના જણાવ્યા અનુસાર ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ચૂંટણી પંચે 9 લાખ રૂપિયાથી વધુની રોકડ અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.


ફ્લાઈંગે સ્થળ પરથી રોકડ  મેળવી – મુખ્ય ચૂંટણી અધિકારી 


આ બાબતે મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ કહ્યું કે બધું નિયંત્રણમાં છે, અમે કાયદા મુજબ કામ કરીશું. તેમણે જણાવ્યું કે નાલાસોપારામાં માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આચારસંહિતાના પાલન માટે બનાવાયેલ ચૂંટણી તંત્રના ફ્લાઈંગ વાહનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ફ્લાઈંગે પરિસરની તપાસ કરી અને કેટલીક વસ્તુઓ જપ્ત પણ કરી હતી


વાસ્તવમાં વસઈ વિરારમાં બહુજન વિકાસ આઘાડીએ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને લઈને પાલઘરના નાલાસોપારામાં બીજેપી અને બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. 






વિનોદ તાવડેએ શું કહ્યું ? 


આ આરોપ પર વિનોદ તાવડેએ કહ્યું, "નાલાસોપારા મતવિસ્તારમાં એક મીટિંગ ચાલી રહી હતી. તેમાં મતદાનના દિવસ અને આચાર સંહિતાના નિયમો શું છે. મતદાનમાં શું થાય છે તે સમજાવવા હું ત્યાં પહોંચ્યો હતો. વિપક્ષને લાગ્યું કે હું પૈસાની વહેંચણી કરી રહ્યો છું,  જેમની પાસે તપાસ કરાવવી હોય કરાવી લો.  ચૂંટણી પંચે આ અંગે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.   


મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનના થોડા કલાકો પહેલા જ એક મોટી બાબત સામે આવી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મહારાષ્ટ્રની વિવંતા હોટલમાં પૈસા વહેંચવાનો આરોપ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે?