મહારાષ્ટ્ર ચૂંટણી: બન્ને ભાઈઓની જીત પર એક્ટર રિતેશ દેશમુખે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત
abpasmita.in | 24 Oct 2019 09:51 PM (IST)
રિતેશના ભાઈ અમિત વિલાસરાવ દેશમુખે લાતુર(સિટી) સીટ પરથી અને ધીરજ દેશમુખે લાતુર (ગ્રામ્ય) સીટ પરથી જીત મેળવી છે. બન્ને ભાઈઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. જો કે આ બન્ને પાર્ટીઓ સિવાય કૉંગ્રેશ ગઠબંધનનું પણ સારુ પ્રદર્શન રહ્યું છે. ત્યારે કૉંગ્રેસ અને ખાસ કરીને પોતાના ભાઈઓની થયેલી જીત એક્ટર રિતેશ દેશમુખ ખુશ નજર આવી રહ્યા છે. રિતેશના ભાઈ અમિત દેશમુખ અને ધીરજ દેશમુખે પોતાની વિધાનસભા સીટ પર જીત હાંસલ કરી છે. આ દરમિયાન રિતેશે પોતાના પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને પણ યાદ કર્યા. તેમણે લખ્યું કે, “અમે કરી બતાવ્યું પાપા, અમિત વિલાસરાવ દેશમુખે લાતુર(સિટી) સીટ પરથી 42 હજારથી વધુ મતોથી ત્રીજી વખત જીત્યા છે. જ્યારે ધીરજ દેશમુખલાતુર (ગ્રામ્ય) સીટર પરથી 1 લાખ 20 હજારથી વધુ મતથી જીત મેળવી છે. ” રિતેશના ભાઈ અમિત વિલાસરાવ દેશમુખે લાતુર(સિટી) સીટ પરથી 42 હજારથી વધુ મતોથી ત્રીજી વખત જીત્યા છે. જ્યારે ધીરજ દેશમુખ લાતુર (ગ્રામ્ય) સીટ પરથી 1 લાખ 20 હજારથી વધુ મતથી જીત મેળવી છે. બન્ને ભાઈઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. રિતેશ દેશમુખના ભાઈઓને મળેલી આ જીત માટે એક્ટર ઋષિ કપૂરે પણ તેમને શુભકામના પાઠવી હતી. તેણે ટ્વીટ કરી કહ્યું કે પોતાના પિતા વિલાસરાવ દેશમુખની વિરાસતને આગળ લઈ જવા માટે શુભેચ્છા. ભાજપની Tik Tok સ્ટાર સોનાલી ફોગાટનો ન ચાલ્યો જાદુ, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હરાવ્યા By Election 2019: ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, વિપક્ષી દળોએ બાજી મારી મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની બનશે સરકાર