Maharashtra Assembly Session: ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર બન્યા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉલટફેર બાદ આજે વિધાનસભાના સત્રની શરૂઆત થશે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે

gujarati.abplive.com Last Updated: 03 Jul 2022 12:10 PM
રાહુલ નાર્વેકર બન્યા મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર

સપાના ધારાસભ્યોએ મતદાન ન કર્યું

મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષની પસંદગી માટે મતદાન થયું હતું. . સમાજવાદી પાર્ટીએ સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરવાથી દૂર રહી હતી. સપાના બે ધારાસભ્યોએ કોઈને મત આપ્યો ન હતો.

રાહુલ નાર્વેકર બન્યા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે.





એકનાથ શિંદે વિધાનસભા પહોંચ્યા

એકનાથ શિંદે સહિતના જૂથો વિધાનસભામાં પહોંચી ગયા છે તેમજ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા.





શિવસેના કાર્યાલય સીલ

એકનાથ શિંદે જૂથે શિવસેનાને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે અહીં આવેલી શિવસેનાની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઓફિસ કયા જૂથના ઈશારે સીલ કરવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે શિવસેના વિધાયક દળ દ્વારા કાર્યાલયને સીલ કરવામાં આવ્યું છે.





આદિત્ય ઠાકરેને વ્હીપ જાહેર કર્યો

એકનાથ શિંદેએ ઠાકરે જૂથના તમામ ધારાસભ્યોને ભાજપના સ્પીકર ઉમેદવાર રાહુલ નાર્વેકરની તરફેણમાં મત આપવા માટે વ્હિપ જાહેર કર્યો છે. આ વ્હીપ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પણ જાહેર કર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉલટફેર બાદ આજે વિધાનસભાના સત્રની શરૂઆત થશે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. તો સોમવારે એટલે કે ચાર જુલાઈએ એકનાથ શિંદે અને ભાજપે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે. આજે સવારે 11 વાગ્યે વિધાનસભાનું સત્ર શરૂ થશે.ભાજપના વિધાનસાભા સ્પીકર માટે રાહુલ નાવેકર ઉમેદવાર છે. જ્યારે મહાવિકાસ અઘાડી તરફથી શિવસેનાના રાજન સાલ્વી ઉમેદવાર છે.


જો કે સંખ્યાબળના આધારે શિંદે જૂથ વધુ મજબૂત લાગી રહ્યું છે કારણ કે ભાજપના 106 ધારાસભ્યોની સાથે શિંદે ગ્રુપના 40 શિવસેનાના ધારાસભ્યો અને 10 અપક્ષ અન્ય ધારાસભ્યોના સમર્થનનો દાવો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.