મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં બીજેપીએ મોટા ફેરફારો કરીને દિગ્ગજોના ટિકીટ કાપી નાંખી છે.

જાહેર થયેલી ચોથી યાદીમાં વિનોદ તાવડે, પ્રકાશ મોહતા, રાજ પુરોહિત અને એકનાથ ખડસે જેવા દિગ્ગજોના પત્તા સાફ થઇ ગયા છે. તાવડેની જગ્યાએ બોરીવલી બેઠક પર સુનિલ રાણે, પ્રકાશ મેહતાની જગ્યાએ ઘાટકોપર ઇસ્ટ બેઠક પર પરાગ શાહ અને રાજ પુરોહિતની જગ્યાએ બીજેપીએ કોબાલાથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. વળી, ખડસેની જગ્યાએ મુક્તાઇનગરથી તેમની દીકરીને ટિકીટ આપવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજે નૉમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાશે અને 24મીએ પરિણામ જાહેર થશે.