મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે શુક્રવારે 2024-25ના રાજ્યના બજેટમાં 21 થી 60 વર્ષની ઉંમરની મહિલાઓને 1500 રૂપિયા માસિક ભથ્થાની નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયની જવાબદારી ધરાવતા પવારે વિધાનસભામાં તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે "મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજના" ઓક્ટોબરમાં રાજ્યની ચૂંટણીના ચાર મહિના પહેલા જૂલાઈથી લાગુ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક બજેટમાં 46,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે પાંચ જણના એક પાત્ર પરિવારને 'મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના' હેઠળ દર વર્ષે ત્રણ મફત એલપીજી સિલિન્ડર મળશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે કહ્યું હતું કે "અમે મહારાષ્ટ્રમાં કપાસ અને સોયાબીનના પાક માટે તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયા બોનસ આપીશું. અમે દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર 5 રૂપિયા બોનસ પણ આપીશું." 1 જૂલાઈ, 2024 પછી સરકારે પ્રાણીઓના હુમલાથી મૃત્યુના કિસ્સામાં નાણાકીય સહાયમાં વધારો કર્યો છે, હવે પરિવારના સભ્યોને પહેલા 20 લાખ રૂપિયાના બદલે 25 લાખ રૂપિયા મળશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે વિધાનસભામાં કહ્યું હતું કે , "અમે મહારાષ્ટ્ર સરકારની સીએમ અન્ન છાત્ર યોજના હેઠળ તમામ પરિવારોને દર વર્ષે 3 મફત સિલિન્ડર આપીશું." મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે રાજ્યની વિધાનસભામાં જાહેરાત કરી છે કે અમે મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાની ઘોષણા કરી રહ્યા છીએ. આ અંતર્ગત તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજના જુલાઈ 2024 થી લાગુ કરવામાં આવશે.
મુંબઈ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની જાહેરાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બજેટમાં જાહેરાત કરી છે કે મુંબઈ ક્ષેત્રમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે. મુંબઈ ક્ષેત્ર માટે ડીઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા કરવામાં આવી રહ્યો છે, જેનાથી ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો અસરકારક ઘટાડો થયો છે. મુંબઈ ક્ષેત્રમાં પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવી રહ્યો છે, જેનાથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 65 પૈસાનો ઘટાડો થશે.