મુંબઈ:મહારાષ્ટ્રમાં સોમવારે ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. શરદ પવારના ભત્રીજા અજીત પવારે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આજે કેબિનેટ વિસ્તારમાં કુલ 36 મંત્રીઓએ શપથ લીધા. શિવસેનાના 12, એનસીપીના 14 અને કૉંગ્રેસના 10 મંત્રીઓએ શપથ લીધા હતા.


અજિત પવાર,ઉપમુંખ્યમંત્રી, આદિત્ય ઠાકરે (શિવસેના), અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (NCP), વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP),હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (NCP),વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP),નવાબ મલિક, કેબિનેટ મંત્રી (NCP),રાજેશ ટોપે, કેબિનેટ મંત્રી (NCP),કેદાર સુનીલ છત્રપાલ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),સંજય રાઠોડ, કેબિનેટ મંત્રી (શિવસેના),ગુલાબ રાવ પાટીલ, કેબિનેટ મંત્રી (શિવસેના),અમિત દેશમુખ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),ભૂસે દાદાજી, કેબિનેટ મંત્રી (શિવસેના),જિતેન્દ્ર આવ્હાડ, કેબિનેટ મંત્રી (શિવસેના),સંદીપન ભૂમરે, કેબિનેટ મંત્રી (શિવસેના),બાલાસાહેબ પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), યશોમતિ ઠાકુર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ) કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. અનિલ પરબ કેબિનેટ મંત્રી શિવસેના, ઉદય સામંત કેબિનેટ મંત્રી શિવસેના, કેસી પાડવી કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), શંકર રાવ ગડાખ કેબિનેટ મંત્રી અપક્ષ (શિવસેના સમર્થિત), અસલમ શેખ કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), આદિત્ય ઠાકરે (શિવસેના)

10 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. અબ્દુલ સત્તાર, બંટી પાટિલ, શંભૂરાજ દેસાઇ, બચ્ચૂ કડૂ, વિશ્વજીત કદમ, દત્તાત્રેય ભરણે, અદિતિ તટકરે, સંજય બનસોન્ડે, પ્રાણક્ત તનપુરે, રાજેન્દ્ર પાટિલે રાજ્યમંત્રીના શપથ લીધા હતા.