Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્ર સરકારમાં 40  દિવસ બાદ કેબિનેટ વિસ્તરણ થયું. મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ધારાસભ્યો રાજભવન પહોંચ્યા હતા.. બંને પક્ષના નવ ધારાસભ્યો મંત્રીપદના શપથ લીધા.


શિંદે જૂથના આ મંત્રીઓએ લીધા શપથ



  • તાનાજી સાવંત

  • ઉદય સામંત

  • સંદીપન ભુમરે

  • દાદા સ્ટ્રો

  • અબ્દુલ સત્તાર

  • દીપક કેસરકર

  • શંભુરાજ દેસાઈ

  • સંજય રાઠોડ

  • ગુલાબરાવ પાટીલ






ભાજપના આ મંત્રીએ લીધા શપથ



  • ગિરીશ મહાજન

  • ચંદ્રકાંત પાટીલ

  • સુધીર મુનગંટીવાર

  • સુરેશ ખાડે

  • રાધાકૃષ્ણ વિખે પાટીલ

  • અતુલ સવે

  • રવિન્દ્ર ચવ્હાણ

  • વિજયકુમાર ગાવિત

  • મંગલપ્રભાત લોઢા










ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો


ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,751 નવા કેસ નોંધાયા છે અને 42 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,31,807 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,772 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,16,071 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 206,88,49,77 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 31,95,034 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 3.50 ટકા છે.


ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ



  • 8 ઓગસ્ટે 16,167 નવા સે નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.

  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.

  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.


જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ


દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.