Petrol-Diesel Prices: મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલના મારથી લોકોને આગામી દિવસોમાં થોડી રાહત મળી શકે છે. મહારાષ્ટ્ર સરકાર ગુરુવારે યોજાનારી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ પર ટેક્સમાં 1 રૂપિયાના ઘટાડા પર વિચાર કર્યા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે.


પેટ્રોલના ભાવ પર, 31.58 પૈસા કેન્દ્રીય કર છે, જ્યારે 32.55 પૈસા રાજ્ય કર છે, જે કેન્દ્રીય કર કરતા એક રૂપિયો વધુ છે. આ કારણસર નાણા વિભાગ કેબિનેટમાં ટેક્સમાં એક રૂપિયાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જો કે કેબિનેટમાં સર્વસંમતિ સાધ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.


 પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું બોલ્યા પીએમ મોદી


પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યોને તેલની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી. કોરોના પર મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને 'સહકારી સંઘવાદ'ની ભાવના હેઠળ મૂલ્યવર્ધિત કર (વેટ) ઘટાડવાની અપીલ કરી છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પીએમ મોદીએ એવા રાજ્યોને પણ ટાંક્યા, જેમણે તેલની કિંમતો પર વેટ ઘટાડ્યો છે.પેટ્રોલ-ડીઝલમાં વધારા દરમિયાન વેટ ન ઘટાડનારા રાજ્યો અંગે પીએમ મોદીએ કહ્યું, 'હું હું કોઈની ટીકા કરતો નથી, માત્ર ચર્ચા કરું છું.'


પીએમ મોદીએ કહ્યું, કેટલાક રાજ્યોએ (ઈંધણ પર વેટ ઘટાડવા વિશે) સાંભળ્યું નથી. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બંગાળ, તમિલનાડુ, ઝારખંડ, કેરળએ કેટલાક કારણોસર તેની અવગણના કરી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો નથી, આ લોકો સાથે અન્યાય છે.


પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનું કારણ યુક્રેન-રશિયા યુદ્ધને ગણાવ્યું છે. પીએમ મોદીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સામાન્ય લોકો દરરોજ CNG, PNG, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહ્યા છે. વિપક્ષ પણ આને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.