ભીષણ ગરમીના પ્રકોપના કારણે મહારાષ્ટ્રનું ચંદ્રપુર મંગળવારે 47.8 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે બીજા નંબરે 47.5 ડિગ્રી નાગપુરનું નામ આવ્યુ હતું. મધ્ય અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
પૂણેના હવામાન વિભાગના ક્લાઈમેટ પ્રીડિક્શન વિભાગના હેડ એ.કે. શ્રીવાસ્તવના જણાવ્યું કે હાલ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિસાઈક્લોન ઝોન સર્જાયો છે. આવી સ્થિતિમાં હવા ખૂબ જ નીચે વહે છે અને ગરમાવો ઉપર હોય છે, જેના કારણે વાદળોનું સર્જન થતું નથી. આ કારણસર ગરમી પણ વધી રહી છે.