મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલ રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ વિશે સમીક્ષા બેઠક બોલાવી હતી અને એમાં વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે આ બેઠકમાં કેબિનેટના પ્રધાનો તથા વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, અમે કોઈ પણ પ્રોજેક્ટ પર પ્રતિબંધ નથી મૂક્યો. તમામ યોજનાઓમાં અમલીકરણને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે. અમે બુલેટ ટ્રેન યોજના અંગે હજી કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નરેંદ્ર મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.