મંગળવારે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલનો જવાબ આપતાં કહ્યું કે, વિવિધ બેંકોના વિલયથી તેઓ મજબૂત અને પ્રતિસ્પર્ધી થશે. કોઈ કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બેંકોના વિલયથી કર્મચારીઓને મહત્તમ લાભ થશે અને વિલયમાં તેમના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. વિલય પ્રક્રિયા દરમિયાન પૂરતી સાવધાની રાખવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું, 1998માં નરસિમ્હન સમિતિ અને 2008માં લીલાધર સમિતિએ બેંકોના વિલયની ભલામણ કરી હતી.
સરકારે પબ્લિક સેક્ટરની 10 બેંકોનું વિલય કરીને તેમને ચાર પબ્લિક સેક્ટર બેંકમાં બદલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવશ. જ્યારે અલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે ભેળવી દેવામાં આવશે. અનુરાગ ઠાકુરના કહેવા મુજબ, યુબીઆઈનો કુલ કારોબાર 2,08,000 કરોડ રૂપિયાનો છે, જ્યારે પીએનબીનો 11,82,224 કરોડ રૂપિયા છે. વિલયની સાથે કુલ કારોબાર 17,94,526 કરોડ રૂપિયા થઈ જસે અને દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. આ રીતે અન્ય વિલય અંતર્ગત કેનેરા બેંકમાં સિંડિકેટ બેંક સામેલ થશે. જ્યારે ચોથા વિલયમાં યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક એક થઈ જશે.
PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું
જૂનાગઢઃ કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ