મુખ્યમંત્રીએ આજે અલીબાગની મુલાકાત લીધી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરે પણ હતા. આ સહાય ( 100 કરોડ) ઇમરજન્સી રાહત માટે આપવામાં આવશે. આ માત્ર એક શરૂઆત છે. તેને કોઈ પેકેજ ન કહેશો, 'એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીટીઆઈના એક અહેવાલમાં જણાવ્યું હતું.
અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે તાત્કાલિક આ વિસ્તારમાં મકાનોની મરામત અને ટેલિકમ્યુનિકેશનને પુનર્સ્થાપિત કરવામાં આવશે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ચક્રવાતને કારણે નુકસાન વેઠનારા ખેડુતો અને માછીમારોને રાહત આપવામાં આવશે.