મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની કારે અનેક વખત ટ્રાફિક નિયમો તોડ્યા હોવાનો અને દંડ ન ભર્યાનો RTIમાં ખુલાસો થયો છે. સીએમની કાર બાંદ્રા વર્લી સી લિંક પર નક્કી કરેલી સ્પીડ કરતાં વધારે ઝડપે દોડી છે. જેના કારણે તેમને 13,000 રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો છે, જે હજુ સુધી ભર્યો નથી.
બીએમસી સતત મુંબઈમાં ટ્રાફિકનો ભંગ કરનારા લોકોને ચલણ પકડાવે છે. આરટીઆઈમાં સામે આવેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 13,000 રૂપિયાનો દંડ ભર્યો નથી.
બાંદ્રા-વર્લી સી લિંક પર નિર્ધારિત સ્પીડથી વધારે ઝડપે ગાડી ચલાવવા માટે દંડ વસૂલવામાં આવે છે. આઈટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ સીએમની કારે ઘણી વખત અહીં નિયમનો ભંગ કર્યો છે. જે બદલ તેમને ચલણ પણ મોકલવામાં આવ્યું છે અને હજુ સુધી દંડ ભર્યો નથી.