મહારાષ્ટ્રના 19માં મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેએ લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રમાં રાજનીતિના નવા યુગની શરૂઆત થઈ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Nov 2019 10:54 AM

મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં સિદ્ધી વિનાયક મંદિરના દર્શન કર્યા
કૉંગ્રેસના ડૉ નિતિન રાઉતે મંત્રી પદના લીધા શપથ. નિતિન રાઉત દલિત નેતા છે.
કૉંગ્રેસના બાલાસાહેબ થરાતે મંત્રી પદના લીધા શપથ
મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શિવેસના ચીફ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા, તેમની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ લીધા
એનસીપીના છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા
શિવસેનાના નેતા એકનાથ શિંદે, સુભાષ દેસાઈ અને એનસીપીના જયંત પાટીલે મંત્રી પદના લીધા શપથ
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શિવાજી મહારાજને નમન કરતા ઉદ્ધવ ઠાકરએ મરાઠી ભાષામાં શપથ લીધા. તેઓ ઠાકરે પરિવારના પ્રથમ મુખ્યમંત્રી છે.
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

સંજય રાઉત, અજિત પવાર, છગન ભુજબલ, અહમદ પટેલ, પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલ શિંદે શિવાજી પાર્ક પહોંચી ગયા છે. રાજ ઠાકરે પણ પોતાના ઘરેથી નિકળી ગયા છે.
મુકેશ અંબાણી પરિવાર સાથે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં પહોંચ્યા
શપથ ગ્રહણ માટે ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી નીકળ્યા છે.
શરદ પવાર પહોંચ્યા શિવાજી પાર્ક
સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી પણ ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. તેમણે પત્ર લખીને ઉદ્ધવ ઠકારને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનવતા પહેલાની ગતિવિધિઓથી સ્પષ્ટ છે કે લોકતંત્ર ખતરમાં છે. હું ખુશ છું કે ગઠબંધન એકજૂટ છે. ભાજપને હરાવવા માટે જનતાને આપણી પાસે મોટી આશા છે.


મંત્રી પદ માટે કૉંગ્રેસના બે નેતાઓના નામ નક્કી કરાયા છે. બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત આજે શપથ લેશે.
સંજય રાઉત અને અજિત પવાર શિવાજી પાર્ક પહોંચ્યા.


ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, તમને નવા સફર માટે શુભેચ્છાઓ આપું છું. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ એક એવા સમયે સાથે આવ્યા છે જ્યારે દેશને ભાજપથી ખતરો છે. રાજકીય વાતાવરણ ખૂબ જ ઝેરીલું થઈ ગયું છે, અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને ખેડૂતો મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું આપણે એક કોમન પ્રોગામ પર સહમતિ દર્શાવી છે અને હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે આપણે ત્રણેય તેનાથી જોડાયેલા કાર્યક્રમો લાગૂ કરીશું.
મહારાષ્ટ્રમાં આજે ઠાકરે સરકાર બનશે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેના શપથ પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી શુભેચ્છાઓ પાઠવી છે.


બ્રેકગ્રાઉન્ડ

મહારાષ્ટ્રમાં રાજનીતિના નવા યુગની શરૂઆત થઈ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે અન્ય 6 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.