મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના હિંદુત્વવાદી બની રહેવાની વાત કરી છે. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાની વિચારધારામાં કોઈ બદલવા નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં જ શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવી છે. કૉંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે શિવસેના પર વિચારધારા બદલવાનો આરોપ લગાવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ કેંદ્ર સરકાર પર નાગરિકતા કાયદાને લઈને સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું ભાજપ સરકાર પાસે કોઈ આઈડિયા નથી કે કયાં અને કઈ રીતે હિંદુઓ અને અન્ય પ્રવાસીઓને વસાવવામાં આવે, જે નવા કાયદા પ્રમાણે ભારતની નાગરિકતા મેળવવાના છે.

તેમણે કહ્યું, અમે હિંદુત્વવાદી છીએ. મે આવ વાત વિધાનસભામાં પણ કહી હતી. ઠાકરેએ કહ્યું કે શિવસેના દેશમાં અશાંતિ પેદા કરવા માટે હિંદુત્વનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી નહી આપે. શિવસેનાએ નાગરિકતા કાયદા સંશોધનમાં લોકસભામાં ભાજપના પક્ષમાં વોટિંગ કર્યું હતું. પરંતુ રાજ્યસભામાં શિવસેનાએ પોતાનુ સ્ટેન્ડ બદલી વોટિંગમાં ભાગ નહોતો લીધો.