મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પ્રથમવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 10:40 PM (IST)
આદિત્ય ઠાકરે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ગયા વર્ષે દિલ્હી આવ્યા હતા.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે ઉદ્ધવ ઠાકરે આ અગાઉ સોનિયા ગાંધીને અગાઉ ક્યારેય મળ્યા નથી. ઉદ્ધવ સાથે તેમના દીકરા આદિત્ય ઠાકરેએ પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આદિત્ય ઠાકરે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ગયા વર્ષે દિલ્હી આવ્યા હતા. નોંધનીય છે કે કોગ્રેસ અને શિવસેનાની વિચારધારા બિલકુલ અલગ છે. પરંતુ ગયા વર્ષે બંન્ને પક્ષોએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સાથે આવ્યા હતા અને કોગ્રેસ, શિવસેના અને એનસીપીએ સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. રસપ્રદ વાત એ છે કે જે કોગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહી છે જ્યારે શિવસેનાનું કહેવુ છે કે સીએએથી કોઇએ ડરવાની જરૂર નથી. સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી.