મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિવાળી બાદ રાજ્યમાં સ્કૂલો ફરીથી ખોલવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, દિવાળી બાદ ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે. ઉપરાંત તેમણે મહારાષ્ટ્રના લોકોને ફટાકડાં ન ફોડવાની અપીલ કરી હતી. આ દરમિયાને તેમમણે રાજયમાં ફરીથી કોરોના મામલા વધવાની આશંકા વ્યક્ત કરી હતી.


ઉદ્ધવે કહ્યું, પ્રદૂષણથી કોરોનાની અસર વધી શકે છે. હવા ખરાબ હશે તો લોકો વધુ બીમાર પડશે. દિવાળી પછીના 15 દિવસ ખૂબ મહત્વના હશે. આપણે સાવધાન રહેવું પડશે, જેથી કરીને ફરીથી લોકડાઉન લગાવવાની જરૂર ન પડે. કોરોનાની વધુ એક લહેરની શક્યતાને નકારી શકાય નહીં, તેથી સાવધાન રહો અને કોરોના નિયમોનું પૂરી રીતે પાલન કરો.



ઉદ્ધવે કહ્યું, મહારષ્ટ્ર સરકાર દિવાળી બાદ સ્કૂલ અને મંદિર ખોલવા પર વિચારણા કરી રહી છે. મારી વિદ્યાર્થીઓના માતા-પિતાને અપીલ છે કે જો તેમના બાળકની તબિયત ખરાબ હોય કે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ઠીક ન હોય તો બાળકોને સ્કૂલે ન મોકલતાં.

કમલાને 31 વર્ષ મોટા પોલિટિશિયન સાથે હતું અફેર, કમલાના પ્રેમીને હવે 50 વર્ષ નાની યુવતી સાથે છે સંબંધ, ફંડરેઈઝર સાથેના સંબંધથી પણ બન્યો છે બાપ