મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને કૉંગ્રેસની નેતા યશોમતી ઠાકુરે શુક્રવારે દાવો કર્યો છે કે પ્રદેશમાં ભાજપના 105માંથી કેટલાક ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. જો તેમના નામ જાહેર કરી દેવામાં આવે તો ભૂકંપ આવી જશે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાની આગેવાનીમાં મહા વિકાસ અઘાડી સરકાર સ્થિર છે.
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસનો દાવો છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ કોઈ પણ સમયે ઉદ્ધવ સરકાર સાથે આવી શકે છે. આ દાવો કોંગ્રેસ નેતા અને રાજ્ય મંત્રી યશોમતિ ઠાકુરે કર્યો છે. યશોમતિ ઠાકુરે જણાવ્યુ હતું કે, ઉદ્ધવ સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ બાદ માનવામાં આવી રહ્યુ છે કે, મહારાષ્ટ્રમાં પણ આ વંટોળ આવી શકે છે. જેના પર કોંગ્રેસ નેતા અને રાજ્યમંત્રી યશોમતિ ઠાકુરે જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્રે દેશમાં નવી ફોર્મ્યુલા આપી છે અને સરકાર પોતાના કાર્યકાળ પુરો કરશે. ભાજપે પોતાના 105 ધારાસભ્યો પર નજર રાખવી જોઈએ. કારણ કે તેમા અમુક એવા પણ ધારાસભ્યો છે, જેને પક્ષ બદલી નાખ્યો છે.
કોંગ્રેસ નેતા અને રાજ્યમંત્રી યશોમતિ ઠાકુરે દાવો કર્યો છે કે, ભાજપના અનેક ધારાસભ્યો નાખુશ છે અને તે પાર્ટી બદલવા માગે છે. તેમણે કહ્યુ હતું કે, આવા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને કોઈ પણ સમયે અમારી સાથે આવી શકે છે. મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર છે.
મહારાષ્ટ્ર: કૉંગ્રેસ નેતાનો દાવો, કહ્યું- BJPના કેટલાક ધારાસભ્યો છે અમારા સંપર્ક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 08:42 PM (IST)
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસનો દાવો છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ કોઈ પણ સમયે ઉદ્ધવ સરકાર સાથે આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -