ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. નેપાનગરથી મહિલા ધારાસભ્ય સુમિત્રા કાસડેકરે રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ સદનમાં કૉંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 90 થઈ ગઈ છે. રાજ્યમાં હવે વિધાનસભાની 26 સીટો ખાલી છે.


ઉલ્લેખનીય છે કે, માર્ચમાં જ  જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સમર્થક 22 ધારાસભ્ય સાથે કૉંગ્રેસ સાથે બગાવત કરી લીધી હતી. જેના બાદ બહુમત ન હોવાથી  મુખ્યમંત્રી કમલનાથની સરકાર પડી ગઈ હતી અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.



સિંધિયા સહિત બાગી ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને કૉંગ્રેસ અને ભાજપે કમર કસી લીધી છે.