મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા છ હજાર 686 કેસ નોંધાયા છે. જ્યારે 158 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકો માટે બે શરતોનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રથમ શરત એ છે કે રાજ્યમાં પ્રવેશતા લોકોએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝનું સર્ટિફિકેટ સાથે રાખવુ પડશે. અને બીજો ડોઝ લીધો હોય તેના 14 દિવસ પણ થયા હોવા જોઈએ. બીજી શરત એ છે કે 72 કલાક અંદર કરાવેલ કોરોના નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટ હોવો જોઈએ.


જણાવી દઈએ કે અગાઉ 11 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં 15 ઓગસ્ટથી મોલ, રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ સાથે એવી પણ શરત રહેશે કે તમામ કર્મચારીઓને સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ. ગ્રાહકે રસીકરણનું પ્રમાણપત્ર પણ બતાવવાનું રહેશે.


આ સિવાય દુકાનોને પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે સ્પા અને જીમને પણ 10 ટકા સુધી 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.


માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે 200 લોકોને ખુલ્લી જગ્યામાં લગ્નમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે સ્થળની ક્ષમતાના 100 અથવા 50 ટકા બંધ હોલમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.


મહારાષ્ટ્રમાં કોરોના કેસ


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,686 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 158 દર્દીઓના મોત થયા છે. આ પછી, કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 63,82,076 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,34,730 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે રાજ્યમાં 6,388 નવા કેસ નોંધાયા અને 208 ચેપગ્રસ્ત લોકોના મોત થયા.