મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 હજાર 870 કેસ નોંધાયા છે. જ્યારે 56 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારે 14 હજાર 317 લોકો સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં વધતા જતાં કેસના કારણે કેટલાક જિલ્લામાં પ્રતિબંધ લગાવી દેવાયા છે. પૂણેમાં જિલ્લા વહીવટી તંત્રે 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજ બંધ રાખવાના આદેશ આપ્યા છે. આ સાથે હોટેલ રેસ્ટોરન્ટ પણ ખુલ્લા રાખવા માટે મુદ્દે સમય મર્યાદા ઘટાડી દેવાઇ છે.
મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લામાં કોરોના વિસ્ફોટના પગલે 8 જિલ્લામાં લોકડાઉન સહિતના કડક પ્રતિબંઘ તંત્ર દ્વારા લગાવમાં આવ્યાં છે. પૂણેમાં આંશિક લોકડાઉન લગાવી દેવાયું છે. સ્થિતિની ગંભીરતાને જોતા પૂણેમાં સવારે 10 વાગ્યા સુધી જ સિનેમા હોલ, હોટેલ, સિનેમા હોલ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.