નવી દિલ્લીઃ દેશમાં ફરીથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે.


કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમાં બમણા કેસો વધી રહ્યા છે.


નીતિન રાઉતે જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવાશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે. નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 10 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી. જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ 17 ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ અપાઈ હતી.


નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં ફ્કત 145 નવા કેસ આવ્યા હતા. જ્યારે મહામારીમાં ફક્ત 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા આવેલા કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે જિલ્લામાં 42 નવા કોવિડના કેસો આવ્યા હતા. જ્યારે એકનું મોત પણ થયુ હતું. જિલ્લામાં સોમવાર સુધીમાં 56 એક્ટિવ હતા.


ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.


 


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે.


 


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937

  • કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864

  • કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી