મુંબઇઃ 'ભારત રત્ન' લતા મંગેશકરનું રવિવારે સવારે એટલે કે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ અવસાન થયું હતું. લતા મંગેશકર છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. લતા મંગેશકરના નિધન પર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દિગ્ગજોએ લતાને શ્રદ્ધાંજલિ આપી હતી.






લતા મંગેશકરના નિધન પર મહારાષ્ટ્ર સરકારે સાત ફેબ્રુઆરીના રોજ જાહેર રજા જાહેર કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક રાજનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે લતા મંગેશકરના નિધનને લઈ પશ્ચિમ બંગાળ સરકારે આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 15 દિવસ સુધી ભારત રત્ન લતા મંગેશકરના માનમાં દરેક જાહેર સ્થળો, ટ્રાફિક સિગ્નલ પર તેમના ગીત વગાડવાની જાહેરાત કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઈ પહોંચશે, જ્યાં પીએમ મોદી શિવાજી પાર્કમાં લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકર સાથે ખૂબ જ સ્નેહભર્યા છે, બંને ઘણા પ્રસંગોએ મળ્યા પણ છે. પીએમ મોદીએ પણ લતા મંગેશકરના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.


સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગત મહિને કોરોના અને ન્યૂમોનિયા થયા બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીના નિધન બાદ દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.  લતા મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે  ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.


મમતા બેનર્જીએ શું કરી છે જાહેરાત


લતા મંગેશકરના નિધનને લઈ પશ્ચિમ બંગાળ સરકારે આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 15 દિવસ સુધી ભારત રત્ન લતા મંગેશકરના માનમાં દરેક જાહેર સ્થળો, ટ્રાફિક સિગ્નલ પર તેમના ગીત વગાડવાની જાહેરાત કરી છે.