નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના જાહેરા કરી દીધી છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યક્રાળ 2 નવેમ્બર અને 9 નવેમ્બરે પૂર્ણ થાય છે.

આ સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતાની જાહેરાત થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર હરિયાણામાં 90 બેઠકો ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદારો છે. આ માટે 1.18 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે હરિયાણામાં 1.28 કરોડ મતદારો છે. જેના માટે 1.13 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. ભાજપને 122 અને શિવસેનાને 63 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 42 અને એનસીપી 41 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.

હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો છે. અહીં 2014 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. રાજ્યમાં ભાજપે પહેલીવાર બહુમતી મેળવી હતી. ભાજપ 47 સીટો જીતવામાં સફળતા મળી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 15 બેઠકો મળી હતી. ઇન્ડિયન નેશનલ લોકદળ (આઈએનએલડી)ને 19 બેઠકો મળી હતી.

ગુજરાતમાં 4 વિધાસનભાની પેટાચૂંટણી જાહેર, કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી?