Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અણધાર્યા રહ્યા છે. મહાયુતિ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે આ ચૂંટણીમાં કેટલાક મોટા ચહેરાઓ તેમના પ્રતિસ્પર્ધીઓ સામે હારી ગયા છે. આમાં પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્રનો પણ સમાવેશ થાય છે.


10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા



  1. બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જનતાની સહાનુભૂતિ નથી મળી. તેઓ વાંદ્રે ઈસ્ટ બેઠક પર શિવસેના યૂબીટી નેતા વરુણ સતીશ સરદેસાઈથી હારી ગયા છે.

  2. સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ પણ ધારાસભ્ય બનવાથી ચૂકી ગયા. સ્વરાને અજિત પવારની એનસીપીની નેત્રી સના મલિકે હરાવી છે. સના નવાબ મલિકની પુત્રી છે.

  3. સના મલિક જીતી ગઈ પરંતુ પિતા નવાબ મલિક ચોથા સ્થાને રહ્યા. નવાબ મલિક શિવાજી માનખુર્દ બેઠક પર અબુ આઝમીથી હારી ગયા છે. તેઓ 30 હજારથી વધુ મતોથી હાર્યા છે.

  4. પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખ પણ ચૂંટણી હારી ગયા. ધીરજ વિલાસરાવ દેશમુખને લાતુર ગ્રામીણ બેઠક પર ભાજપના રમેશ કાશીરામ કરાડે હરાવ્યા છે.

  5. માહિમ બેઠક પરથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે ચૂંટણી હારી ગયા. અમિત ઠાકરેને શિવસેના યૂબીટીના નેતા મહેશ સાવંતે હરાવ્યા છે. તેઓ 17,151 મતોના અંતરથી હાર્યા છે.

  6. મુંબાદેવી બેઠક પરથી શિવસેનાની શાઈના એનસી પણ ચૂંટણી હારી ગયા છે. શાઈના એનસીને કોંગ્રેસના અમીન પટેલે 35,505 મતોના અંતરથી હરાવ્યા છે.

  7. શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવાર બારામતીથી ચૂંટણી હારી ગયા છે. તેમને કાકા અજિત પવારે 1,00,899 મતોના અંતરથી હરાવ્યા છે. યુગેન્દ્રને 80,233 મત મળ્યા.

  8. પૂર્વ મુખ્યમંત્રી વસંત દાદા પાટીલના પારિવારિક સભ્ય જયશ્રી પાટીલ સાંગલીથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના સુધીરદાદા ગાડગિલે હરાવ્યા છે.

  9. આ યાદીમાં ચોંકાવનારું નામ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું પણ છે. નાના પટોલે માત્ર 1,607 મતોથી ભાજપના અવિનાશ બ્રહ્માનકરથી ચૂંટણી હારી ગયા છે.

  10. પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ પણ કરાડ દક્ષિણથી ચૂંટણી હારી ગયા છે. તેમને 39,355 મતોના અંતરથી ભાજપના અતુલબાબા ભોસલેએ હરાવ્યા છે.


આ પણ વાંચોઃ


14 રાજ્યો 48 બેઠકો, 2 લોકસભા બેઠકો; ક્યાં કોને લાગ્યો આંચકો? પેટાચૂંટણીનું સંપૂર્ણ પરિણામ અહીં જુઓ


14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!