Sand Boa Snakes : મુંબઈના કલ્યાણાના ડીસીપી સ્કોડે કાળો જાદુ કરવા માટે 70 લાખ રૂપિયામાં સેન્ડ બોઆ સાપ વેચનારી ટોળકીની ધરપકડ કરી છે. પોલીસે સેન્ડ બોઆ સાપની તસ્કરી કરતાં પાંચ ઈસમોને ઝડપી લીધા છે. તેમની પાસેથી સાપ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કોને અને કેટલા સાપ વેચ્યા તેની તપાસ કરવામાં આવી છે.


તલાશી લીધીને મળ્યો મંડુલ સાપ


કલ્યાણના ડીસીપી સચિન ગુંજાલને બાતમી મળી હતી કે પાલઘરમાં રહેતા કેટલાક લોકો કલ્યાણમાં સેન્ડ બોઆ સાપ વેચવા આવી રહ્યા છે. ડીસીપી એસસીઓડીના સંજય પાટિલ, ઋષિકેશ ભોલેરાવ, સદાશિવ દેવરે સહિત ટીમે અગ્રવાલ કોલેજ પાસે છાળ બીછાવી. પોલીસે ત્રણ બાઇક પર છ લોકોને આવતાં જોયા. ડીસીપી સ્કોડે શકના આધારે તેમને રોકીને તલાશી લેતાં સેન્ડ બોઆ સાપ મળી આવ્યો હતો.






પોલીસે હાથ ધરી તપાસ


આ ટોળકી સાપને 70 લાખ રૂપિયામાં વેચવા જઈ રહી હતી. પોલીસે આ મામેલ નીલેશ હિલિમ, ચેતન કાંબલે, અરવિંદ પંડિત, વિશાલ ઠાકરે, સુનિલ કટેલાની ધરપકડ કરી છે, જ્યારે મધુકર નામનો વ્યક્તિ પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. આરોપીઓ પાલઘર, ભિવંડી, ટિટવાલાના રહેવાસી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 હજાર 586 નવા કેસ નોંધાયા છે અને 42 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 945નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 96 હજાર 506 થઈ ગઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 33 હજાર 624 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 416 થઈ ગયો છે.  અત્યાર સુધીમાં કુલ 210 કરોડ 31 લાખ 65 હજાર 703 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 29 લાખ 25 હજાર 342 ડોઝ અપાયા હતા.