ફ્લોર ટેસ્ટમાં ઉદ્ધવ સરકાર પાસ, સમર્થનમાં 169 મત મળ્યા, ભાજપનું વોકઆઉટ
ફ્લોર ટેસ્ટ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભા પહોંચી ચૂક્યા છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 30 Nov 2019 03:12 PM
બ્રેકગ્રાઉન્ડ
મુંબઇઃ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત સાબિત કરશે. કોગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા નાના પટોલેને વિધાનસભા અધ્યક્ષ પદના ઉમેદવાર બનાવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે મહારાષ્ટ્રના...More
મુંબઇઃ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત સાબિત કરશે. કોગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા નાના પટોલેને વિધાનસભા અધ્યક્ષ પદના ઉમેદવાર બનાવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભા પહોંચી ચૂક્યા છે. વિધાનસભામાં પ્રવેશતા અગાઉ સૌ પ્રથમ તેમણે શિવાજીની મૂર્તિને માળા પહેરાવી હતી.
ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો છે. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો.