મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન વચ્ચે ખાંડ મિલોમાં કામ કરતા એક લાખથી વધારે પ્રવાસી મજૂરોને તેમના ગામ પરત ફરવાની મંજૂરી આપવાનો ફેંસલો કર્યો છે. પરંતુ આ પહેલા તેમની કોરોના તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેએ આ જાણકારી આપી હતી.


મંત્રીના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, 1.31 લાખ ખાંડ મિલ મજૂરો રાજ્યમાં 38 ખાંડ મિલોના પરિસરમાં બનેલા અસ્થાયી આવાસામાં રહે છે, જ્યારે અનેક મજૂરો બીજા સ્થાન પર ફસાયેલા ચે. જોકે, આ પ્રવાસી મજૂરોને તેમના ગામ પરત ફરવાની મંજૂરી આપવાની એક જિલ્લાથી બીજા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોનું આવવા-જવાનું ચાલુ થઈ જશે.

મુંડેએ ટ્વિટ કરીને કહ્યું, ખાંડ મિલોમાં કામ કરતાં મારા ભાઈઓ માટે સારા સમાચાર છે. હવે તમે તમારા ગામ પરત ફરી શકો છો. સરકારે આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. ખાંડ મિલના માલિકોએ આ મજૂરો અને તેમના પરિવારજનોની તપાસ કરાવવી પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 3323 પર પહોંચી છે. જેમાંથી 201 લોકોના મોત થયા છે અને 331 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે.