આ નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારના કારણે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી દિવાકર રાવતે આ દંડ વિશે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીને ફરી વિચાર કરવાની માંગ સાથે પત્ર લખ્યો છે. રાવતે સ્પષ્ટ કરતા કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રીય મંત્રી આ મામેલ જવાબ નથી આપતા ત્યાં સુધી આ રાજ્યમાં કાયદો લાગુ નહીં કરવામાં આવે. જો કે વિપક્ષ આલોચના કરી રહ્યું છે કે રાજ્યમાં યોજાનારી આગામી ચૂંટણીને ધ્યાનમાં લેતા સરકાર નવો કાયદો લાગુ કરવાથી ડરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને સરકારને ડર છે કે આ નવો એક્ટ લાગુ કરવાથી ભારે ભરખમ દંડની નેગેટિવ અસર લોકો પર પડી શકે છે અને આગામી ચૂંટણીમાં લોકો ભાજપ વિરુદ્ધ વોટ કરી શકે છે.
આ પહેલા પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ નવો એક્ટ લાગુ કરવા હાલ ઇનકાર કરી દીધો. જ્યારે ગુજરાત સરકારે દંડની જોગવાઈમાં સુધારો કરી લોકોને રાહત આપી છે. આ સિવાય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પણ નવા નિયમો લાગુ કર્યા નથી.