મહારાષ્ટ્રના રાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ મુજબ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ અભિનેતા, ફિલ્મસ્ટાર સોનુ સૂદને ફોન કર્યો અને વિવિધ રાજ્યોમાં પ્રવાસી લોકોને તેમના ગૃહ રાજ્યમાં સુરક્ષિત પરિવહનની સુવિધાના સમર્પિત કાર્ય માટે અભિનંદન આપ્યા.
સોનુ સૂદે લોકડાઉન દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને કર્ણાટક, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડ્યા છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોનુ સૂદની પ્રશંસા કરતું ટ્વિટ કર્યુ હતું,
સોનુના એક ટ્વીટને સ્મૃતિ ઈરાને રીટ્વીટ કરીને કહ્યું, "સોનુ આ મારું સૌભાગ્ય છે કે એક પ્રોફેશનલ સાથી તરીકે બે દાયકાથી તને ઓળખું છું અને એક એકટર તરીકે તમારી પ્રગતિ પર મને ખુશી છે. પરંતુ આ પડકારભર્યા માહોલમાં તમે જે રીતે દયાળુતા બતાવી છે તેને જોઈ મને તમારા પર વધારે ગર્વ થાય છે. જરૂરિયાતમંદોની મદદ માટે તમારો આભાર."