Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

Maharashtra Elections 2024 Live: 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ સિવાય ચાર રાજ્યોની 15 સીટો પર પેટાચૂંટણી પણ યોજાશે.

gujarati.abplive.com Last Updated: 20 Nov 2024 07:37 PM
મહારાષ્ટ્ર વિધાનસભા પોલ ઓફ પોલ

પોલ ઓફ પોલ્સ- મહારાષ્ટ્ર વિધાનસભા










































એજન્સીભાજપ ગઠબંધનકોંગ્રેસ ગઠબંધનઅન્ય
Peoples Pulse175-19585-1127-12
ચાણક્ય સ્ટ્રેટીઝ152-160130-1388-10
P marq137-157126-1462-8
News 18- મેટ્રિક્સ150-170110-1308-10
Poll Diary 122-18669-12112-29

ઝારખંડમાં પોલ ઓફ પોલ્સના આંકડા

ઝારખંડ પોલ ઓફ પોલ્સ



ઝારખંડ વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલ 2024


કુલ બેઠકો- 81, બહુમતી- 42















































એજન્સીભાજપ ગઠબંધન કોંગ્રેસ ગઠબંધનઅન્ય
Axis My India25533
Matrize42-4725-301-4
People Pulse44-5325-375-9
Times Now JVC  40-44 30-401-1
Poll Diary 122-18669-12112-29
ચાણક્ય45-5035-3803-05


 
ઝારખંડમાં પણ બીજેપી ગઠબંધનની સરકાર

મેટ્રિઝ એક્ઝિટ પોલમાં ઝારખંડમાં પણ બીજેપી ગઠબંધન સરકાર બનવાની ધારણા છે. 81 બેઠકો ધરાવતા રાજ્યમાં આ એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 42-47 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 25-30 અને અન્યને 01-4 બેઠકો મળવાનો અંદાજ છે.

મહારાષ્ટ્રમાં NDA સરકાર- Matriz એક્ઝિટ

મેટ્રિઝ એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં NDAને જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપી ગઠબંધનને 150-170 સીટો, કોંગ્રેસ ગઠબંધનને 110-130 સીટો મળવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં 288 સીટો છે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

બંને રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે, તો બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, ઝારખંડમાં મતદારોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી 67.59 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવી જશે.

મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22% મતદાન

મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22% મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં 62.99 ટકા અને સૌથી ઓછું જલગાંવમાં 40.62 ટકા મતદાન થયું હતું.

કુંડારકી વિધાનસભા પેટાચૂંટણી રદ્દ કરવાની માંગ

મુરાદાબાદની કુંડારકી વિધાનસભા પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર હાજી રિઝવાને ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. હાજી રિઝવાને આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ મતદારોને મતદાન કરતા રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અગાઉ, સપાના ઉમેદવારે વહીવટીતંત્ર અને પોલીસ પર પક્ષપાતી હોવાનો અને મુસ્લિમ મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો હતો.

સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સુપરસ્ટાર સલમાન ખાને મુંબઈમાં પોતાનો મત આપ્યો.


 






ગ્રે ટીશર્ટ, કાળી કેપ અને કાળા ચશ્મા પહેરીને સલમાન ખાન સિકંદર લુકમાં વોટ આપવા પહોંચ્યો હતો. તેમણે બાંદ્રા પશ્ચિમના મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન સુપરસ્ટાર કડક સુરક્ષાથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.

પોલીસ તમને ગમે તેટલી રોકે, તમારે તમારો મત આપવો જ જોઈએ - અખિલેશ યાદવ

પોલીસ તમને ગમે તેટલી રોકે, તમારે તમારો મત આપવો જ જોઈએ - અખિલેશ યાદવ


 





મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે પોતાનો મત આપ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.


 





3 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન?

બપોરે 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 45.53% મતદાન થયું હતું. તે જ સમયે, ઝારખંડમાં 61.47% મતદાન થયું હતું.

ટ્વિંકલ ખન્નાએ પણ આપ્યો મત

Maharashtra Elections 2024 Voting Live: રણબીર કપૂરે પણ પોતાનો મત આપ્યો

અભિનેતા રણબીર કપૂરે પણ પોતાનો મત આપ્યો છે. પોતાનો મત આપ્યા પછી તેણે મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન રણબીર સફેદ ટી-શર્ટ અને ગ્રીન પેન્ટમાં જોવા મળ્યો હતો.









રકુલ પ્રીત સિંહે પતિ જેકી ભગનાની સાથે કર્યું મતદાન

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાના પતિ જેકી ભગનાની સાથે વોટ આપવા પહોંચી હતી. તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.





એક્ટર તુષાર કપૂરે મતદાન બાદ શું કહ્યુ?

Assembly Elections Live: કાર્તિક આર્યેને લોકોને કરી ખાસ અપીલ

મુંબઈના એક મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યા પછી બહાર આવેલા કાર્તિક આર્યનએ કહ્યું, "કૃપા કરીને તમારો મત આપો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે."





સિંગર કૈલાશ ખેરે કર્યું મતદાન

મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપ્યો મત

કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે પણ પરિવાર સાથે કર્યું મતદાન

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ પણ કર્યું મતદાન

નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું મતદાન

Assembly Elections Live: લોકો અમારા ગઠબંધનને મત આપવા જઈ રહ્યા છે - કલ્પના સોરેન

ઝારખંડના સીએમ હેમંત સોરેનની પત્ની અને પેટાચૂંટણી માટે જેએમએમના ઉમેદવાર કલ્પના સોરેને કહ્યું, "હું જાતે જઈ રહી છું અને દરેકને અપીલ કરવા માંગુ છું કે પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, દરેક બહાર આવે અને મતદાર કરે. મને મારી જીતનો વિશ્વાસ છે કારણ કે મે લોકો ખૂબ મહેનત કરી છે. રાજ્યના લોકો હેમંત સોરેન અને અમારા ગઠબંધનને મત આપવા જઇ રહ્યા છે.









એક્ટર સોનુ સૂદે આપ્યો મત

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં નવ વાગ્યા સુધી કેટલું થયું મતદાન?

બારામતીમાં શરદ પવારે મત આપ્યો

એક્ટર રિતેશ દેશમુખે પત્ની સાથે આપ્યો મત



Maharashtra-Jharkhand Assembly Elections Live: તમારા બાળકોના મજબૂત ભવિષ્ય માટે મત આપો - પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાનને લઈને લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે , ઝારખંડના પ્રિય ભાઈઓ અને બહેનો! તમારા માટે, તમારા બાળકોના મજબૂત ભવિષ્ય માટે, જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે, લોકશાહી, બંધારણ અને સામાજિક ન્યાય માટે અને ઝારખંડના સારા ભવિષ્ય માટે વધુમાં વધુ સંખ્યામાં મત આપો. બંધારણ દ્વારા આપવામાં આવેલી તમારી શક્તિથી એવી સરકાર પસંદ કરો જે ફક્ત તમારા માટે કામ કરશે અને તમને આગળ લઈ જશે.





એક્ટર ફિલ્મ મેકર ફરહાન અખ્તરે આપ્યો મત

Maharashtra Election 2024: સચિન તેંડુલકરે પોતાનો મત આપ્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, તેની પત્ની અંજલિ તેંડુલકર અને તેમની પુત્રી સારા તેંડુલકરે મતદાન કર્યું હતું. સચિન તેંડુલકરે કહ્યું હતું કે , "હું છેલ્લા કેટલાક સમયથી ECIનું પ્રતીક છું. હું જે મેસેજ આપી રહ્યો છું તે મત આપવાનો છે. તે અમારી જવાબદારી છે. હું દરેકને બહાર આવીને મતદાન કરવા વિનંતી કરું છું."









Maharashtra Election 2024: અલી ફઝલે પોતાનો મત આપ્યો

મુંબઈમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પોતાની મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અભિનેતા અલી ફઝલે આજે સવારે પોતાનો મત આપ્યો હતો

Maharashtra Election 2024: સુપ્રિયા સુલેએ પોતાનો મત આપ્યો

NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. એનસીપીએ ડેપ્યુટી સીએમ અજિત પવારને મેદાનમાં ઉતાર્યા છે અને એનસીપી-એસસીપીએ યુગેન્દ્ર પવારને બારામતી વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે.





Maharashtra Election Live: વોટ આપ્યા બાદ અભિનેતા અક્ષય કુમારે શું કહ્યું?

અભિનેતા અક્ષય કુમારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે પોતાનો મત આપ્યા બાદ કહ્યું હતું કે અહીંની વ્યવસ્થા ખૂબ જ સારી છે, કારણ કે હું જોઈ શકું છું કે વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થા ખૂબ જ સારી છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ બહાર આવે અને પોતાનો મત આપે.





Maharashtra Election: મતદાન મથક પર વ્યવસ્થા ખૂબ સારી છેઃ શક્તિકાંત દાસ

મતદાન કર્યા પછી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, "વ્યવસ્થા (પોલીંગ બૂથ પર) ખૂબ સારી હતી. હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું. અઠવાડિયાના મધ્યમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેથી દરેકને ભારે મતદાનની અપેક્ષા છે. "





Maharashtra Election: ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી ઉમેદવાર નક્કી થશેઃ અજિત પવાર

અજિત પવારે મહાયુતિ ગઠબંધનના સીએમ ચહેરા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમે મહાયુતિના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરીશું અને પછી નક્કી કરીશું કે મુખ્યમંત્રી કોણ હશે.





Maharashtra Election Live: વોટ આપ્યા બાદ અજિત પવારે શું કહ્યું?

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપીના ઉમેદવાર અજિત પવારે પોતાનો મત આપ્યા પછી કહ્યું, "લોકસભા દરમિયાન પણ અમારા પરિવારના સભ્યો એકબીજા સામે ચૂંટણી લડતા હતા અને બધાએ આ જોયું છે. મને આશા છે કે બારામતીના લોકો મને વિજયી બનાવશે.









Maharashtra Election Live: મહારાષ્ટ્રના રાજ્યપાલે કર્યું મતદાન

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને કોલાબા વિધાનસભા મતવિસ્તાર હેઠળના મુંબઈમાં રાજભવન સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. મહાયુતિએ અહીંથી રાહુલ નાર્વેકર (ભાજપ)ને મેદાનમાં ઉતાર્યા છે, તેઓ મહા વિકાસ અઘાડીના હીરા દેવાસી (કોંગ્રેસ) સામે ચૂંટણી લડી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આપણી લોકશાહી દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. હું તમામ યુવાનો, વડીલો અને મહિલાઓને મતદાન કરવા આવવાની અપીલ કરું છું. તેઓ કોને મત આપવા માંગે છે, તે તેમની પસંદગી છે, પરંતુ તેમણે મત આપવા માટે બહાર આવવું જોઈએ. દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે આપણે મતદાન મથકે જઈને મતદાન કરીએ.





Maharashtra Election Live: નાગપુરમાં મોહન ભાગવતે આપ્યો મત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે નાગપુરમાં આરએસએસ અધ્યક્ષ મોહન ભાગવતે પોતાનો મત આપ્યો હતો. 





વડાપ્રધાને શું કરી અપીલ?



કોના ઉમેદવારો મેદાનમાં?

ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારના નેતૃત્વ હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાના બંને ઉમેદવારો 50થી વધુ સીટો પર એકબીજાની સામે છે જ્યારે 37 સીટો પર બંને પવારોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Elections 2024 Live: મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી તરફ ઝારખંડના લોકો પણ બીજા તબક્કામાં મતદાન કરવા માટે તૈયાર છે. અહીં ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે મુકાબલો છે. ઝારખંડમાં બુધવારે કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 પર મતદાન થશે. આ સિવાય ચાર રાજ્યોની 15 સીટો પર પેટાચૂંટણી પણ યોજાશે. જેમાંથી 9 બેઠકો ઉત્તર પ્રદેશની છે.


મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચે અલગ-અલગ લડાઈઓ ચાલી રહી છે. પવાર અને શિંદે-ઠાકરે બંને પોતપોતાના પક્ષો માટે રસપ્રદ લડાઈમાં વ્યસ્ત છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.


ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે


ઝારખંડમાં બુધવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે. આ તબક્કો ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બૌરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.