Election Results: ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની મહાયુતિએ મહારાષ્ટ્રમાં એક તરફી જીત મેળવી છે. તેમણે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે, જ્યારે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને ઝારખંડ જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે ઝારખંડમાં જેએમએમ. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે જ્યા ઝારખંડમાં શાસક જેએમએમના બીજા સૌથી મોટા પક્ષ તરીકે સત્તા જાળવી રાખી છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, છેલ્લા 50 વર્ષમાં કોઈપણ પક્ષ અથવા ચૂંટણી પૂર્વ ગઠબંધનની આ સૌથી મોટી જીત છે. વડા પ્રધાને એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીનો સંદેશ એકતાનો છે અને તે  "એક હૈ તો સેફ હૈ".


મહારાષ્ટ્રમાં, ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધન 'મહાયુતિ' અને કૉંગ્રેસ, શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) વચ્ચે સ્પર્ધા હતી. ઝારખંડમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને 'ઈન્ડિયા' ગઠબંધન વચ્ચે સ્પર્ધા હતી. NDAમાં ભાજપ, AJSU, જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)નો સમાવેશ થાય છે, જ્યારે 'ઈન્ડિયા' ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)નો સમાવેશ થાય છે.  


કયા પક્ષે કેટલી બેઠકો મેળવી તેના પર એક નજર


ઝારખંડ


- ઝારખંડ મુક્તિ મોરચા: 34


- ભારતીય જનતા પાર્ટી: 21


- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: 16


- રાષ્ટ્રીય જનતા દળ: 4


- ભારતીય સામ્યવાદી પક્ષ (Marxist-Leninist) (Liberation): 2


- AJSU પાર્ટી: 1


- લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ): 1


- ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા: 1


- જનતા દળ (યુનાઇટેડ): 1


મહારાષ્ટ્રનું સમીકરણ



  • ભારતીય જનતા પાર્ટી: 132

  • શિવસેના: 57

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી: 41

  • શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે): 20

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: 16

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર): 10

  • સમાજવાદી પાર્ટી: 2

  • જન સુરાજ્ય શક્તિ 2

  • રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી: 1

  • રાષ્ટ્રીય સમાજ પક્ષ: 1

  • ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન: 1

  • ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી): 1

  • પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા: 1

  • રાજર્ષિ શાહુ વિકાસ આઘાડી: 1

  • અપક્ષ: 2


કોણ બનશે સીએમ?
આગામી સીએમ ચહેરો કોણ હશે તેના પર અટકળો ચાલી રહી છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતાં, તેમનું ધ્યાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કેન્દ્રિત થયું છે, જેઓ ત્રીજી વખત સીએમ પદ પર કબજો કરવાના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો...


Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?