મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ થમી નથી રહ્યું. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના 36માંથી 28 જિલ્લાને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. વધી રહેલા સંક્રમણના કેસને જોતાં સરકારે અમરાવતીમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવી દીધું છે. કોરોનાના કેસ વધતા અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લોકડાઉન લાદવાની ચર્ચા ચાલી રહી છે.


અંજનગાંવ સુર્જી શહેરમાં કોરોનાના વધુ કેસ હોવાના કારણે કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે. આ પહેલા આ બન્ને શહેરોમાં 21 ફેબ્રુઆરીએ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેના બાદ સ્થિતિની સમીક્ષા કર્યા પછી અમરાવતી જિલ્લા અને અચલપુરમાં ફરી લોકડાઉન લંબાવી દીધું છે.

મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસના 1034 નવા કેસ સામે આવ્યા હતા. આ જીવલેણ વાયરસના કારણે મુંબઈમાં 11,461 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલય અનુસાર સતત ત્રીજા દિવસે 1000થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.