Maharashtra Political Crisis: આજે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઇ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી રાજકીય અફડાતફડી જોવા મળી છે. NCP નેતા અજીત પવાર રવિવારે (2 જુલાઈ) એકનાથ શિન્દેની સરકારમાં સામેલ થઇ ગયા છે. તેમને રાજ્યના મુખ્યમંત્રી શિન્દેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ બધાની વચ્ચે ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.
સંજય રાઉતે કહ્યું - "કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું બીડુ ઉઠાવ્યુ છે, તેમને પોતાની રીતે ચલાવવા દો, કારણ કે મેં હમણાં જ શરદ પવારજી સાથે વાત કરી હતી. તેમને કહ્યું કે તેઓ મજબૂત છે અને તેમને લોકોનું સમર્થન છે. તે ઉદ્ધવ ઠાકરે સાથે ફરીથી પુનનિર્માણ કરશે. લોકો આ રમતને વધુ સમય સુધી ગેમને નહીં સહન કરે.
આ પછી, બીજા એક ટ્વિટમાં કહ્યું, "જેને ભાજપ જેલમાં મોકલી દેતી, તેઓએ જ મંત્રી પદના શપથ લીધા છે."
-
મહારાષ્ટ્રમાં પલટાઇ પાવર ગેમ, અજીત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે લીધા શપથ
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજીત પવારે મહારાષ્ટ્રમાં શિન્દે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે, આ સાથે જ તેઓ વિધિવત રીતે મહારાષ્ટ્રની શિન્દે સરકારમાં સામેલ થઇ ગયા છે. અજીત પવારે મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લઇ લીધા, રાજ્યપાલ રમેશ બૈસે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન અજીત પવારના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં 40થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના નિર્ણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા છે.
Join Our Official Telegram Channel: