Maharashtra Politics: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીઓમાં મોટા ફેરફાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી નેતા અજિત પવાર એકનાથ શિન્દેની સરકારમાં સામેલ થઈ શકે છે. તેઓ આજે જ શપથ લઈ શકે છે. અજિત પવારને 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી નેતા અજીત પવાર એકનાથ શિન્દેની સરકારમાં સામેલ થઈ શકે છે. અજિત પવારને 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. સમાચાર આવી રહ્યા છે કે અજીત પવાર વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજીત પવારને ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ સાથે સમાચાર આવી રહ્યા છે કે છગન ભુજબળને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દે પણ રાજભવન પહોંચ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ક્યારે પહોંચે છે તેની રાહ જોવાઈ રહી છે.


અજીત પવાર ઘરેથી રાજભવન પહોંચ્યા - 
રવિવાર, 1 જુલાઈના રોજ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બંને કાર્યકારી અધ્યક્ષો સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. આ સાથે દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દોલત દોરાડા જેવા નેતાઓ પહોંચ્યા છે. બેઠક પુરી થયા બાદ અજીત પવાર ઘરથી સીધા રાજભવન જવા રવાના થયા હતા.




અજીત પવારનું જૂથ રાજભવન પહોંચ્યું - 
મહારાષ્ટ્રના રાજભવન ખાતે અજીત પવારના આગમનની સાથે જ હંગામો શરૂ થઈ ગયો છે. અજીત પવારની સાથે તેમના સમર્થક ધારાસભ્યો પણ રાજભવન ખાતે ભેગા થવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજીત પવારના નજીકના ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.


રાજભવનમાં હંગામાની સાથે જ ડેપ્યૂટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે બીજેપી નેતાઓની મોટી બેઠક ચાલી રહી છે.




 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial