Ajit Pawar Plane Crash Live Updates: બારામતી પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન, મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું નિવેદન
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે.
gujarati.abplive.comLast Updated: 28 Jan 2026 02:41 PM

બ્રેકગ્રાઉન્ડ
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર 5 લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી...More
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર 5 લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે. સુપ્રિયા સુલે દિલ્હીથી મહારાષ્ટ્ર માટે રવાના થયા હતા. સુનેત્રા પવાર, પાર્થ પવાર બારામતી જવા રવાના થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. તેઓ કોઈ કાર્યક્રમ માટે ત્યાં પહોંચી રહ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશ-લેન્ડિંગ થયું હતું કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મહારાષ્ટ્ર સરકારે અકસ્માત અંગે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું. એક નિવેદનમાં સરકારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંનેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કર્યો અને બારામતી વિમાન દુર્ઘટના અંગે માહિતી અને અપડેટ્સ મેળવ્યા હતા.
Ajit Pawar Plane Crash Live: માયાવતીએ શોક વ્યક્ત કર્યો
બસપાના વડાએ લખ્યું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા, મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતાઓમાંના એક અજિત પવારનું આજે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર અને તેમના પક્ષના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ ક્ષતિ સહન કરવાની શક્તિ આપે.