Deputy Speaker Notice To Rebel camp MLAs: મહારાષ્ટ્રમાં રાજકીય ઉલટફેરનો દોર ચાલુ છે, શુક્રવારે શિવસેનાએ ડેપ્યુટી સ્પીકર પાસે બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. હવે ડેપ્યૂટી સ્પીકર દ્વારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અનુસાર બળવાખોરોને 27 જૂન સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.


શિવસેના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તેઓએ ડેપ્યુટી સ્પીકરને કુલ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિનંતી કરી હતી. સસ્પેન્શનની માગણી કરી હતી તેમાં 16 બળવાખોર ધારાસભ્યોમાં સદા સરવણકર, પ્રકાશ અબિટકર, સંજય રાયમુલકર, રમેશ બોરનારે, એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદિપન ભુમરે, પ્રકાશ સુર, તાનાજી સાવંત, મહેશ શિંદે, અનિલ બાબર, યામિની જાધવ, સંજય શિરસાટ,  ભરત ગોગાવલે, બાલાજી કિણીકર, લતા સોનાવણેના નામનો સમાવેશ થાય છે.


બળવાખોર ધારાસભ્યો સામે શિવસેના બની વધુ આક્રમક



શિવસેનાની કાર્ય કારીણીની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો  છે. શિવસેનાના સંપૂર્ણ અધિકાર અને સત્તા ઉદ્ધવ ઠાકરેને આપતો પ્રસ્તાવ પસાર  કરાયો. સંજય રાઉત દ્વારા પ્રસ્તાવ મુકાયો અને તમામ લોકોએ તેને સમર્થન આપ્યું.


ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે



ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે હાથ મિલાવવાનો સવાલ જ નથી. ગુવાહાટીમાં એકનાથ શિંદેની ધારાસભ્યો સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.


શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ તબિયત ખરાબ હોવા છતા પોતે મોરચો સંભાળ્યો છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા.  ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપતા કહ્યું કે એનસીપી-કૉંગ્રેસ સાથે ગઠબંધન છે ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ જ નથી. આ બેઠકમાં બળવાખોર ધારાસભ્યો પર ઉદ્ધવ વરસ્યા છે. બળવાખોર શિંદે ગ્રુપ સામે ઉદ્ધવ ઠાકરે વધુ આક્રમક જોવા મળ્યા છે. શિવસેનાએ 3 મહત્વના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. શિવસેનાના નામનો ઉપયોગ કોઈપણ નહી કરી શકે, બળવાખોરો સામે ઉદ્ધવ કાર્યવાહી કરશે. બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી સેનાભવનમાં પ્રવેશ નહી.