Maharashtra Political Crisis Live: મુંબઇ પહોંચ્યા અગાઉ શિંદેને Z કેટેગરીની સુરક્ષા, કહ્યુ- 'ફડણવીસ સાથે મુલાકાત બાદ નિર્ણય લઇશું'

શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે

gujarati.abplive.com Last Updated: 30 Jun 2022 01:39 PM
દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે - સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે 3 વાગ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની કોર ટીમ લીડર એકનાથ શિંદે રાજ્યપાલ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે 1 જુલાઈએ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. મુંબઈ પહોંચતા પહેલા શિંદેને  Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ફડણવીસને મળ્યા બાદ સરકાર અંગે નિર્ણય લેવામાં આવશે.  

રાજ્યપાલ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલી શકે છે

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યપાલ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલી શકે છે.

મહારાષ્ટ્રમા નવી સરકાર બનાવવા ભાજપે શરૂ કરી તૈયારીઓ

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં માત્ર સીએમ અને ડેપ્યુટી સીએમ જ શપથ લેશે. શિંદે જૂથના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહેશે. મળતી માહિતી મુજબ શિવસેનાના 12 બળવાખોર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. 3 અપક્ષો અને નાના પક્ષોને ભાજપ અથવા શિંદે જૂથના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવશે.

એકનાથ શિંદે આજે મુંબઈ આવશે

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હાલમાં ગોવામાં હોટેલ તાજમાં રોકાયા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતી વખતે એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ  આજે મુંબઈ આવશે.

ઉદ્ધવના રાજીનામા બાદ આજે ભાજપની મોટી બેઠક

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને પોતે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે ભાજપ સરકાર બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. જાણકારી અનુસાર, આજે 11 વાગે ભાજપની કોર ગ્રુપની બેઠક યોજાવાની છે જેમાં સરકારની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Political Crisis: શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબુક લાઈવ મારફતે લોકોને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ કાર જાતે જ ડ્રાઇવ કરીને રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. કારમાં તેમની સાથે પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા. બીજી તરફ, એકનાથ શિંદે જ્યારે તેમના જૂથના ધારાસભ્યો સાથે ગોવા પહોંચ્યા ત્યારે રાજ્ય ભાજપના ટોચના નેતાઓએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.