Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે

gujarati.abplive.com Last Updated: 23 Jun 2022 01:50 PM
ઉદ્ધવ સરકાર કેવી રીતે ટકી શકશે?

માતોશ્રીમાં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠકમાં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચી શક્યા હતા. એટલે કે  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યોનો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે.

સંજય રાઉત બળવાખોર ધારાસભ્યો વિશે ખુલાસો કરશે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેમનો પક્ષ હજુ પણ મજબૂત છે. કેટલાક લોકોએ દબાણમાં પાર્ટી છોડી દીધી છે. પરંતુ અત્યારે પણ અમારી પાસે શિવસેનાના લાખો કાર્યકરો છે જેઓ સંપૂર્ણ સમર્થન સાથે પાર્ટી સાથે ઉભા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ખુલાસો કરશે કે બળવાખોર ધારાસભ્ય શા માટે એકનાથ શિંદે સાથે ગયા અને શા માટે પાર્ટીમાં બળવો થયો.

એકનાથ શિંદેના સમર્થનમાં માત્ર ધારાસભ્યો જ નહીં, 17 સાંસદો પણ આવ્યા 

મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે ગુવાહાટીમાં હાજર છે. વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગવિત, રામટેકના સાંસદ ક્રુપાલે પણ પોતાનું સમર્થન આપ્યું છે.

42 ધારાસભ્યોનું સમર્થન હોવાનો શિંદેનો દાવો

એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેમણે કહ્યું કે માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.

વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

આજે મહારાષ્ટ્રના વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે. શિવસેનાના આ ધારાસભ્યોમાં કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર સામેલ હોઇ શકે છે. 


બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. રાજકીય સંકટ અને શિવસેનાના તૂટવાની વચ્ચે મહારાષ્ટ્રના સીએમ શિવસેનાના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નેતાઓ સાથે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. અહીં શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ આજે ઉદ્ધવ ઠાકરેને મળશે, નીતિન દેશમુખ ગઈકાલે સુરતથી નાગપુર પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. .


NCP ક્વોટાના મંત્રી નારાજ


 બીજી તરફ, હવે મહાવિકાસ અઘાડી સરકારમાં સહયોગી શિવસેના અને એનસીપી વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના મોટા નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે શિવસેનાની છાવણીમાં ચાલી રહેલી ગરબડમાં શિવસેનાના મોટા નેતાઓ સામેલ છે. મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં એનસીપી ક્વોટાના મંત્રીઓએ સરકારી બંગલો છોડવાના ઉદ્ધવના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.